30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ-વડોદરા રોડ પર પલાસવાડા રેલવે ફાટક પર ટ્રાફિક જામ વાહનચાલકો પરેશાન

ડભોઈ : ડભોઈ-વડોદરાના મુખ્ય માર્ગ પર આવેલી પલાસવાડા રેલવે ફાટક ફરી એકવાર વાહનચાલકો માટે મુસીબત બની છે. આજે પણ, આ માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાતા એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વાહનચાલકો કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા, જેના લીધે તેમના સમય અને ઇંધણનો વ્યય થયો હતો.

આ સમસ્યા કોઈ નવી નથી. પલાસવાડા ફાટક પર ટ્રાફિક જામ થવો એ રોજિંદી ઘટના બની ગઈ છે. ખાસ કરીને વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, તીર્થક્ષેત્ર ચાણોદ અને કરનાળી જેવા ધાર્મિક અને પર્યટન સ્થળો તરફ જતા વાહનોની અવરજવર આ માર્ગ પર વધુ હોય છે. તહેવારોના દિવસોમાં અને રજાઓના સમયે આ સમસ્યા વધુ વિકટ બને છે.
આ ટ્રાફિક જામનું મુખ્ય કારણ ફાટક પાસેની સાંકડી જગ્યા છે. ટ્રેન પસાર થઈ ગયા બાદ પણ ફાટક ખોલવામાં આવે ત્યારે વાહનો એકસાથે પસાર થવાનો પ્રયાસ કરે છે, પરંતુ સાંકડી જગ્યાને કારણે ગૂંચવાડો ઊભો થાય છે. આ ઉપરાંત, આ ફાટક પર કોઈ ટ્રાફિક નિયમન કરનાર પોલીસકર્મીની હાજરી પણ હોતી નથી, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસે છે.
સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા લાંબા સમયથી આ ફાટકને પહોળી કરવાની માગણી કરવામાં આવી રહી છે. જો આ ફાટકને વહેલી તકે પહોળી કરવામાં આવે તો વાહનોની અવરજવર સરળ બની શકે અને ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય. આ સમસ્યાને કારણે માત્ર પ્રવાસીઓ જ નહીં, પરંતુ ડભોઈ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો પણ પરેશાન થાય છે, જેમને પોતાના રોજગાર અને અન્ય કામકાજ માટે નિયમિતપણે આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે. આ મામલે તંત્ર દ્વારા ગંભીરતાથી વિચારણા કરી તાત્કાલિક પગલાં લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે, જેથી ડભોઈ-વડોદરા માર્ગ પર ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળી શકે અને વાહનચાલકોને રોજિંદી હાલાકીમાંથી છુટકારો મળે.

Related posts

ભૂખ્યા તરસ્યા મુજમહુડાના લોકોને બે દિવસે મળી મદદ

admin

વડોદરામાં જેલસંચય માટે 20 કરોડના ખર્ચે 500 થી વધુ જગ્યા ઉપર રિચાર્જ વેલ બનશે…

admin

જિલ્લા કક્ષાનો ‘સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ’ કાર્યક્રમ યોજાયો.

admin

Leave a Comment