સાવલી–વડોદરા રોડ પર દુમાંડ ગામ પાસે આવેલ ગણપતપુરા પાટીયા નજીક ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક વલ્લભભાઈ સોમાભાઈ પટેલનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ બાઈક ટ્રકની અડફેટે આવતા અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતાં વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ પણ તરત જ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક સનાદરા, ખેડા જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને કારણે સાવલી–વડોદરા મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે નિયંત્રણમાં લીધો હતો.
પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

