Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી 1.47 કરોડથી વધુના વિદેશી શરાબ સાથે ટ્રક ઝડપાયો

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાપા ગામની સીમમાંથી પસાર થતા Delhi–Mumbai Expressway ઉપરથી એક બંધ બોડી ટ્રકમાં ભરેલા વિદેશી શરાબના જથ્થા સાથે કન્ટેનર ચાલકને ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે.

એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે ટાટા કંપનીની બંધ બોડી ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરી દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ હાઈવે મારફતે સુરત–ભરૂચ થઈ વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો છે. મળેલી માહિતીના આધારે પોલીસે સાપા ગામ નજીક હાઈવે પર વોચ ગોઠવી હતી.

દરમિયાન મુંબઈથી દિલ્હી તરફ જતી લેનમાં સંદિગ્ધ ટ્રક દેખાતા તેને કોર્ડન કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ટ્રકનો ચાલક રાજસ્થાનનો ભવરલાલ જાટ હોવાનું જાણવા મળ્યું હતું. ટ્રકની તલાશી લેતા અંદરથી 995 નંગ વિદેશી શરાબની પેટીઓ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 1 કરોડ 47 લાખથી વધુ હોવાનું જણાયું છે.

પોલીસે ટ્રક સહિત કુલ રૂપિયા 1 કરોડ 62 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ચાલકની અટકાયત કરી છે. આ શરાબનો જથ્થો ક્યાંથી ભરાયો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

ની સહાય બ્લાઇન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન

admin

વડોદરામાં 117 પરીક્ષા કેન્દ્ર પર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા લેવામાં આવી

admin

વડોદરા શહેર-જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને કડક માર્ગદર્શિકાનું પાલન કરવાના આદેશ કર્યો

admin

Leave a Comment