વધી રહેલા ડિજિટલ એરેસ્ટ કેસમાં વડોદરા સાઇબર ક્રાઇમ પોલીસની સક્રિયતાને લઇ બે ભેજાંબાજોને પકડવામાં સફળતા મળી છે.વડોદરાના કારેલીબાગમાં રહેતા વૃધ્ધને ડિજિટલ એરેસ્ટ બતાવી ભેજાબાજોએ 90.90 લાખ પડાવ્યા હતા.દરમિયાન પોલીસે તાપસ કરી અમદાવાદના બેંક એકાઉન્ટ હોલ્ડર પ્રશાંત સારંગે અને એજન્ટ હિમાંશુ વાઘેલાની ધરપકડ કરી હતી.તમારા નામનું એક પાર્સલ વિદેશ જઈ રહ્યું છે જેમાંથી ડ્રગ્સ મળ્યું છે તેમ કહી વૃધ્ધ ભૂપેન્દ્ર શાહને ડરાવી ડિજિટલ એરેસ્ટના નામે પૈસા પડાવ્યા હતા.

