વડોદરા મહાનગરપાલિકા ની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ સાત કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા.જેમાંથી બે કામોને મંજૂર કરી, ચારકામોને મુલતવી કરવામાં આવ્યા હતા. જ્યારે એક કામ રિટેન્ડર કરવામાં આવ્યું છે.
આજની આ બેઠકમાં મુખ્યત્વે જનસંપર્ક વિભાગ નું શોભનમ ડેકોરેટર્સ ના કામને મુલતવી કરવામાં આવ્યું હતું મકરપુરા જીઆઇડીસી ખાતે પ્રેસ શાખાની નવીન કચેરી બનાવવાના કામને પણ મુલતવી કરવામાં આવ્યું હતું રોડ શાખાના એક કામને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકની વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી એ આપી હતી.

