36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી મરાઠા પાટીલ સમાજ સંઘટન દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વાર્ષિક સામાન્ય સભા, રક્તદાન કેમ્પ તથા મેડિકલ કેમ્પ

વર્ષોની પરંપરા અનુસાર એક પારદર્શક વહીવટના ભાગ રૂપે વાર્ષિક સાધારણ સભા નું આયોજન મરાઠા પાટીલ સમાજની વાડી આ નાકા માંજલપુર દ્વારા કરવામાં આવ્યું.

હિન્દૂ સંસ્કૃતિ અનુસાર દીપ પ્રાગટય કરી વાર્ષિક સભાના સંચાલન માટે અધ્યક્ષ સ્થાને વાર્ષિક સભાના સંચાલન માટે અધ્યક્ષ સ્થાને નિમણૂક કરી તેમના અધ્યક્ષમાં સમગ્ર સભામાં અહેવાલ મંજૂરી આપવામાં આવી, વર્ષ ૨૦૨૩-૨૪ માં થયેલ પ્રવુતિઓની ચર્ચા વિચારણા અને હિસાબ મંડળના સભાસદો વચ્ચે મુકવામાં આવ્યા તથા તેમના સૂચનો ની ખાસ નોંધ લેવાઈ અને સભા અધ્યક્ષ સંમતિ થી નવા કામોને મંજૂરી આપવામા આવી. આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માં નવા સારા કાર્યક્રમો સભાસદો ના હિતમાં ધ્યાનમાં રાખી કરવાનો અંદાજપત્ર પણ રજૂ કર્યો.

ફ્રી મેડિકલ કેમ્પમાં સમાજ ના ડો. જીજ્ઞાસા કરણ પાટીલ એ ઉપસ્થિત રહીને સમાજની મહિલાઓને આરોગ્ય લક્ષી માહિતી આપી હતી અને તેમનું ચેકઅપ કર્યું હતું.

ઇન્દુ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણાં માંજલપુર વિસ્તારના જાગૃત યુવાન મિત્રો દ્વારા પોતાની નૈતિક અને સામાજિક જવાબદારી સમજી મોટી સંખ્યામા દેશના વીર જવાનોની યાદમાં એક સાચી શ્રદ્ધાંજલિના ભાગરૂપે કિંમતી રક્તદાન કર્યું.

તમામ રક્તદાતાઓ નું મંડળ તરફથી વિશિષ્ટ ભેટ અને સન્માનપત્ર આપવામાં આવ્યા. તમામ રક્તદાતાઓ નું સમાજ આભારી છે અને તેમને અભિનંદન કરે છે.

Related posts

સાવલી પોઇચા ચોકડી પાસે જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા, ગ્રામ્ય એલસીબીની કાર્યવાહી

admin

વડોદરા શહેરના સેવાસી પાસે આવેલું ધ કન્ટેનર પાર્કમાં નોકરી કરતા વૃદ્ધનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો

admin

એમ એસ યુનિવર્સિટીના એસોસીએટ પ્રોફેસર વિદ્યાર્થિનીને લગ્ન અને ધર્મ અંગીકાર કરવાની લાલચ આપી

admin

Leave a Comment