27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટર પર થયેલા બળાત્કાર અને તેની થયેલ હત્યા ની નિંદા કરવા માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચા દ્વારા મૌન કેન્ડલ માર્ચ રેલી યોજી

પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે થયેલી ક્રૂરતા તથા 15મી ઓગસ્ટે હોસ્પિટલમાં ધમાલી ટોળા દ્વારા સબૂતો ગાયબ કરવા કરાયેલી તોડફોડ બાબતે વડોદરામાં આક્રોશ જોવા મળ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચા ની તમામ મહિલાઓ ગાંધીનગર ગૃહ ખાતે એકત્ર થઈ વી વોન્ટ જસ્ટિસ ના સૂત્રોચાર કર્યા હતા અને પીડિતાને ન્યાય મળે તે માટે મૌન કેન્ડલ માર્ચ રેલી યોજી
પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખવામાં બર્બરતાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે તદુપરાંત જ્યારે આખો દેશ 78મા આઝાદીના પર્વની ઉજવણી કરવાની તૈયારીઓમા હતો તે દરમિયાન 14ઓગસ્ટે મોડીસાંજે ત્રણેક હજારના તોફાની ટોળાએ હોસ્પિટલમાં સબૂતો નાશ કરવાના બદ આશયથી હોસ્પિટલમાં ઘૂસીને જે રીતે તોડફોડ મચાવી તેને ધ્યાનમાં રાખીને પોલીસની કાર્યવાહી તથા તબીબોની સુરક્ષા ઉપર સવાલોને લઇ સમગ્ર દેશભરમાં તબીબોમા આક્રોશ જોવા મળી રહ્યો છે અને હવે વડોદરા મહાનગરપાલિકા યુવા મોરચાની મહિલાઓ દ્વારા આજે વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે એકત્ર થઈ ને પીળી તને ન્યાય મળે તે માટે ભેગા થયા હતા સાથે પશ્ચિમ બંગાળ ની સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને વિવોન જસ્ટિસ ના ના લગાવ્યા હતા સાથે મૌન રેલી યોજી સાથે કેન્ડલ માર્ચ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

Related posts

સાવલીના પોઇચા ગામે સગીરાનો રહસ્યમય આપઘાત, લગ્ન પહેલા જ સાસરીમાં રહેતી યુવતીએ જીવન ટૂંકાવ્યું

admin

ઊર્મિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થવાની ઘટના સામે આવી

admin

ડભોઇ વધતા તાપમાન સાથે ઉનાળુ સાધનોના ભાવમાં ૨૦%નો ઉછાળો

admin

Leave a Comment