યુસીસી સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આજરોજ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું. યુસીસી નો કાયદો લાવવાના ગુજરાત સરકારના પ્રયત્નો ને લઈ ને તમામ ધારાશાસ્ત્રીઓ દ્વારા કોર્ટ સંકુલથી કલેકટર કચેરી સુધી માર્ચ યોજવામાં આવી હતી. તમામ એડવોકેટ કોર્ટના યુનિફોર્મ સાથે જોડાયા હતા.કલેકટર કચેરી પહોંચી કલેકટર ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુસ્લિમ સમુદાયના એડવોકેટ પણ જોડાયા હતા.જેઓએ યુસીસી મુદ્દે પોતાના મંતવ્ય પણ આપ્યા હતા. સાથે સાથે લઘુમતી કોમના તમામ લોકોને યુસીસી કમિટીમાં જોડાવવાની આશા પણ વ્યક્ત કરી હતી.

