27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડએ ઉના મેઈન બજારમાં વેપારીઓ સાથે મુલાકાત કરી.

ઉના શહેરમાં આવેલ જુની કન્યા પ્રાથમિક શાળા મેઈન બજારમાં ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ વેપારીઓ સાથે મુલાકાત કરી મુશ્કેલીઓ અંગે વેપારીઓ સાથે ચર્ચા કરી હતી. અને જુની કન્યા પ્રાથમિક શાળા પાસે જાહેર શૌચાલય (યુરિનલ) ની સાફ સફાઈ રાખવા અંગે પણ સૂચના આપી હતી. તથા લારી ગલ્લા, દુકાનદારો વેપારીઓ સાથે ચર્ચાઓ કરી. અને મુખ્ય બજારોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત જુની કન્યા શાળા પાસે વર્ષોથી નાનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા મોટા કોળીવાડામાં રહેતા જાનીબેન પુનાભાઈ બારૈયા ના ખબર અંતર પૂછ્યા હતા. તેમજ કુંભારવાડામાં રહેતા અને ભુંગળા-બટેટાનો વેપાર કરતા ભઈલાભાઈના નામથી જાણીતા ધારાસભ્યશ્રીએ તેમના જુના મિત્રના પણ ખબર-અંતર પૂછ્યા હતા. સાથે નામાંકિત હીરાભાઈ દાળીયાના વેપારી તેમની સાથે મુલાકાત કરી અને જુની યાદોને તાજી કરી ખુશી વ્યક્ત કરી હતી. મુખ્ય બજારોમાં નાના-મોટા વેપારી ભાઈઓની મુલાકાત ધારાસભ્યશ્રી એ લેતા વેપારી ભાઈઓમાં ખુશીની લાગણી છવાઈ હતી. રિપોર્ટર : માધુ ભાલીયા, ઉના

Related posts

ઉના તાલુકાના સીમર જગજીવન બાપુ સેવાશ્રમ ખાતે “શ્રી સદગુરુ ગાદી સમન્વય મહોત્સવ”ની ઉજવણી

admin

‘ઓપરેશન સિંદૂર’માં સેનાના શૌર્યને બિરદાવવા માટે ગીર સોમનાથ જીલ્લાના ઉના ખાતે તિરંગા યાત્રા યોજાઈ

admin

ગીર સોમનાથ ના કોડીનાર મા વિશાળ રેલી યોજાય

admin

Leave a Comment