ઉના તાલુકાના સીમર જગજીવન બાપુ સેવાશ્રમ ખાતે શ્રી જગજીવન બાપુ સેવા આશ્રમ થી ઉના જ્ઞાનમંદિર શ્રી જગજીવન બાપુ મંદિર શ્રી હિંમતજીવન બાપુ તથા સાધુ- સંતોના સાનિધ્યમાં “શ્રી સદગુરુ ગાદી સમન્વય મહોત્સવ” (સીમર-ઉના-ગાંગડા સ્થાનિક ઉત્સવ) ઉજવવામાં આવ્યો હતો. આ ધાર્મિક મહોત્સવમાં ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની ઉજવણી શ્રી સદગુરુ ગાદી સમન્વય એટલે સીમર ગુરુપૂજન કરીને ગાદીની ચાદર ઉના મંદિરે ગુરુપૂજન કરી ત્યાં ચડાવવી. ઉનાની ચાદર ગાંગડા મંદિરે ચડાવવી – ગાંગડાની ચાદર સીમર મંદિરે ચડાવવી. આમ ગાદી સમન્વય મહોત્સવ ઉજવાય છે. આ તકે તેઓની સાથે જીલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી રાજુભાઈ ડાભી, જીલ્લા પંચાયત ના સદસ્યશ્રી ભાવેશભાઈ ઉપાધ્યાય અને સંજયભાઈ (રાણા) ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભાલીયા માધુ

