સફાઈ, રખડતા ઢોર, સોસાયટીઓમાં પાણી ભરાવા અને કામોમાં ભ્રષ્ટાચાર બાબતે વિરોધ પક્ષોએ આક્રોશ વ્યક્ત કર્યો.
ચીફ ઓફિસર દ્વારા ઓલવેલ કહેવાયું.. આ રજૂઆતો ગત વર્ષની હતી. અને આગળના સમયમાં અમે લોકોની ફરિયાદો અને રજૂઆતોનું નિરાકરણ લાવીશું… તેવું ચીફ ઓફિસર ચેતન ડુડીયા એ જણાવ્યું.
શરૂઆતમાં ભાજપના નગરસેવકો સમયસર ન પહોંચતા કોંગ્રેસના નગરસેવકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તો
તાજેતરમાં વરસાદી પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા બે યુવાનોને શ્રુધાંજલી અર્પણ કરવામાં આવી હતી.વોર્ડ નં.5 અને 6 માં ખાસ કરી ને રોડ રસ્તાઓ અને સ્ટ્રીટ મુદ્દે કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
આ અઠવાડિયા માં 40 રખડતા પશૂ ઓ પકડવામાં આવાલ હોય બધા પંજરાપોળ 100 100 પશૂ ઓ નીભાવશે તેવી વ્યવસ્થા કરાય હોય.
વર્ષે સફાઈના 3 કરોડથી વધુ ચૂકવવામાં આવે છે તેમ છતાં શહેરમાં સફાઈ દેખાતી નથી તેવો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો..
કોંગ્રેસના નગરસેવકોએ પાણી ભરાવાની સમસ્યાને લઇને બાળકો અને યુવાનોના મૃત્યુ થયા તે બદલ તેમણે ચીફ ઓફિસરના વિનંતી કરી કે અમારા બાળકોને મિલેટરી માં ભરતી કરાવી દો જો તે મરશે તો દેશની સેવા કરતા મરશે આવા મોતે નહિ મરે..તેવો આક્રોશ વ્યક્ત કરેલો.
બોર્ડની શરૂઆતમાં જ કોંગ્રેસ પક્ષ આક્રમક મૂડમાં હતો અને શહેરમાં ભરાયેલા ભારે પાણી ચારે તરફ ગંદકી અને આખા શહેરમાં રખડતા ઢોરે જ્યારે માજા મૂકી છે ત્યારે પાલિકા દ્વારા માત્ર આશ્વાસનો જ અપાય છે પરંતુ નકર કામગીરી થતી નથી તેનો આક્રોશ વ્યક્ત કરાયો હતો આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુંડિયા એ જણાવ્યું હતું કે કે જે સમસ્યા અને રજૂઆતો હતી એ ગત વર્ષની હતી અને આ વખતે બોર્ડમાં રજૂ થયેલા સૂચનો અને ફરિયાદો બાબતે યોગ્ય કાર્યવાહી અને અમલવારી કરવાનો અમે નિર્ણય કરી લીધો છે
પરાગ સંગતાણી, ગીર-સોમનાથ

