છેલ્લા 1 માસ થી સંઘ,મંડળી કે ખાતર ડેપો માં યુરિયા ખાતર નહિ મળતા ખેડૂતો માં રોષ ભભૂક્યો અને સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરું પાડવા માંગ કરી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદ પડ્યા બાદ વરસાદે વિરામ લીધો છે ત્યારે ખેડૂતો માટે યુરિયા ખાતર સૌથી મોટો પડકાર બન્યું છે કારણ કે ખેડૂતો ના મગફળી,કપાસ અને સોયાબીન જેવા પાકો ના ગ્રોથ માટે ખેડૂતો તાત્કાલિક યુરિયા ખાતર ની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે કોડીનાર તાલુકા ના ખેડૂતો છેલ્લા 1 માસ થી સંઘ,મંડળી કે ખાતર ડેપો માં યુરિયા ખાતર માટે ભટકી રહ્યા છે તેમ છતાં ખેડૂતો ને યુરિયા ખાતર નહિ મળતા ખેડૂતો માં રોષ ભભૂક્યો અને સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરું પાડવા માંગ કરી રહ્યા છે. અને ખેડૂતોને જો સમયસર યુરિયા નહીં મળે તો પાક ઉત્પાદન ઉપર મોટી અસર પડશે
યુરિયા ખાતર બાબતે કોડીનાર ખરીદ વેચાણ સંઘ ના કર્મચારી નું કેહવુ છે કે મોટી સખ્યા માં ખેડૂતો યુરિયા લેવા આવે છે. છેલ્લા 1 માસ માં 200 ટન યુરિયા ખાતર નું વિતરણ કરાયું છે. છેલ્લા 15 દિવસ થી ખાતર ની અછત વર્તાઈ રહી છે. બે દિવસ માં હજુ બે ટ્રક માલ આવવાનો છે જેથી અમે એ આવે એટલે તાત્કાલિક વિતરણ કરી આપીશું વર્તમાન સમયમાં યુરિયા ખાતર ની અવેજમાં નેનો યુરીયા બોટલમાં પૂરતા પ્રમાણમાં હાજર છે પણ અહીંના ખેડૂતો નેનો યુરિયા ખરીદતા નથી દાણા યુરિયા(બેગ)નો જ આગ્રહ રાખે છે અહીંના ખેડૂતોનું માનવું છે કે નેનો યુરિયા નો છંટકાવ કરવો ખર્ચાળ છે અને એનાથી ખેતી પાકમાં પણ નુકસાન થતું હોય એટલે નેનો યુરિયા ખરીદતા નથી અને અહી યુરિયા ની બેગ માટેજ આગ્રહ કરે છે.

