31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગીર સોમનાથ જિલ્લોવેરાવળ

સમૃદ્ધ ગીરના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં “75 મો વન મહોત્સવ” યોજાયો.

વેરાવળ “કામધેનુ ફીસરીઝ કોલેજ” ખાતે આજે 75 માં વન મહોત્સવ નો પ્રારંભ થયો હતો. બાળાઓના સ્વાગત ગીત અને વિદ્યાર્થીઓના પિરામિડ. અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે પોતાની માતાની યાદમાં એક વૃક્ષ વાવી અને ગીર સોમનાથને હરિયાળું બનાવવા તંત્ર સાથે લોક સહયોગ પણ મળી રહ્યો છે. ત્યારે ગીર ના સાંસદ રાજેશ ચૂડાસમા એ ગીર સોમનાથ મા વાસ્તવમાં જ ગીર અભયારણ્ય છે. અને તેમાં સિંહો સહિત વન્ય પ્રાણીઓ મોટી માત્રામાં વસે છે. ત્યારે કોરોના કાળમાં સૌએ ઓક્સિજનની મહત્તા જાણી છે. જેથી સૌએ એક વૃક્ષ માત્ર વાવવા પૂરતું નહીં પરંતુ તેનો ઉછેર પણ થાય તેવી અપીલ કરી હતી

આ તકે ગીરના સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવેલ કે ચોમાસાના ચાર મહિના ગીર માં પ્રવેશ બંધ હોય છે જેને ધ્યાને લઈને બારેમાસ ટુરિસ્ટો અહીં આવે તે માટે વેરાવળમાં અધ્યતન ચોપાટી તેમ જ ચોરવાડ હોલીડે કેમ્પ બીચ જમજીર નો ધોધ સહિત ગિરનાર વિકાસ માટે રાજ્ય સરકાર ત્વરિત કામગીરી કરવા જઈ રહી છે જેના કારણે ટુરિસ્ટો અહીં બારેમાસ તીર્થસ્થાનો સાથે કુદરતના ખોળે વિહરી શકે તે માટે હું સતત પ્રયત્નશીલ છું.

પરાગ સંગતાણી, ગીર-સોમનાથ

Related posts

ઉનામાં શહેર-તાલુકા ભાજપની પરિચય બેઠક યોજાઈ, જિલ્લા પ્રભારી ભાવનાબેન હિરપરા ઉપસ્થિત

admin

સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પૂર્વે અમદાવાદના “બાપા સિતારામ સેવા ટ્રસ્ટ”ના 360 જેટલા સ્વયં સેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરીને શ્રમ સેવા કરવામાં આવી

admin

‘ઓપરેશન સિંદૂર’માં સેનાના શૌર્યને બિરદાવવા માટે ગીર સોમનાથ જીલ્લાના ઉના ખાતે તિરંગા યાત્રા યોજાઈ

admin

Leave a Comment