43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ઓપરેશન પરાક્રમ અંતર્ગત ડભોઇ પોલીસે બાતમીના આધારે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ડભોઇ પોલીસ સ્ટેશન ના પી.આઈ કે.જે.ઝાલા ને બાતમીદારથી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, “એક કાળા કલરની હ્યુંડાઇ કંપનીની ક્રેટા ગાડી નં GJ-17-BH-1000 મા એક ઇસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી છોટાઉદેપુર તરફથી સંખેડા વઢવાણા થઈ ડભોઇ તરફ આવનાર છે.”જે હકિકત આધારે પોલીસ ની એક ટીમ ડભોઇ આઇ.ટી.આઇ. ત્રણ રસ્તા પાસે ગાડીની વોચમાં હતા.

તે દરમ્યાન થોડીવાર પછી ઉપરોકત વર્ણનવાળી કાળા કલરની હ્યુંડાઈ કંપનીની ક્રેટા ગાડી વઢવાણા ગામ તરફ ના રોડ ઉપર આવતા જણાતા તેને રોડ ઉપર રોકવા ખાનગી વાહનો ની આડાશ કરતા ગાડી નો ચાલક દુરથી પોલીસ સ્ટાફના માણસોને જોઇ જતા ક્રેટા ગાડી પલટાવી આઇ.ટી.આઇ.ની સામે આવેલ કાચા રસ્તા ઉપર થોડે આગળ આવેલ ખેતર ના રસ્તા પર પોતાની ગાડી મુકી તેનો ચાલક નાસી છૂટ્યો હતો.જેથી પોલીસ સ્ટાફના માણસોએ તેને પકડવા પાછળ દોડતા ખેતરોમા અંધારાનો લાભ લઇ નાસી ગયેલ ઈસમ પકડાયો નહિ. જે બાદ ક્રેટા ગાડીમા તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની કાચ ના ક્વાર્ટર ની પેટીઓ ,તથા બિયર ના ટીન ની પેટીઓ મળી કુલ 634 નંગ જેની કિંમત 5,39,414 તથા હૂંડાઈ ક્રેટા ગાડી કિંમત 700000 મળી કુલ 13,39,414 ના મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો. સાથે જ ગાડી માંથી ભાગી છૂટેલા ચાલક વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને શોધી કાઢવા આગળની તપાસ હાથ ધરેલ છે.

Related posts

વડોદરામાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણી-પક્ષીઓને ઠંડક માટે ખાસ વ્યવસ્થા

admin

સાવલીમાં 25મા રોજાના દિવસે સામુહિક ઈફતાર પાર્ટીનું આયોજન, અમન-શાંતિ માટે દુઆ

admin

એમ્પટેક ઈન્ડિયા ફાર્મા મશીનરી અને લેબ એકવિપમેન્ટ એક્સપોનો શુભારંભ થયો.

admin

Leave a Comment