37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સામાજિક કાર્યકર્તા સેજલ વ્યાસ ની આગેવાની હેઠળ તમામ સફાઈ કર્મચારીઓ વડોદરા મહાનગરપાલિકાની ખાતે મોરચો લઈને પહોંચ્યા

વડોદરાના યુવકો સાથે સફાઇના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. યુવકોને AMCનું જેકેટ પહેરાવીને સફાઇ કરાવી. જેથી એવુ લાગે કે AMC તરફથી સ્ટાફ આવીને વડોદરમાં સફાઇ અભિયાનમાં જોડાયા હતા અને પાલિકાના અધિકારીઓ દ્વારા મોટો ભ્રષ્ટાચાર કરવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે આજે સામાજિક કાર્યકર્તા સેજલ વ્યાસ ની આગેવાની હેઠળ તમામ સફાઈ કર્મચારીઓ વડોદરા મહાનગરપાલિકાની ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓની હાય હાય બોલાવી હતી……

વડોદરા કોર્પોરેશનનું પૂરની સફાઇમાં પણ પ્રપંચ જોવા મળ્યુ હતુ. વડોદરાના યુવકો સાથે સફાઇના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. યુવકોને AMCનું જેકેટ પહેરાવીને સફાઇ કરાવી. જેથી એવુ લાગે કે AMC તરફથી સ્ટાફ આવીને વડોદરમાં સફાઇ અભિયાનમાં જોડાયુ છે જો કે આ તમામ સફાઇ કર્મીઓ તો હતા વડોદરાના જ હતા ભવિષ્યમાં કોર્પોરેશનમાં નોકરી આપવાની આપી લાલચ. લાલચ આપી યુવાનોને સફાઇના કામમાં લગાવાયા. સયાજીગંજના પરશુરામ ભઠ્ઠા ખાતે સફાઇ માટે ઉતાર્યા હતા. યુવાનોને રૂ.3000નું કહી રૂ.500 આપતા VMCનો ભાંડો ફૂટ્યો. AMTSની બસમાં યુવાનોને સફાઇ માટે લઇ જવાયા હતા. ભાંડો ફૂટતા AMTS બસ યુવાનોને મૂકી નીકળી ગઇ. પ્રભારી મંત્રીએ કહ્યું હતું અમદાવાદ-વડોદરાની ટીમ સફાઇ માટે આવશે. સામાજિક કાર્યકરોએ સમગ્ર કૌભાંડનો ભાંડો ફોડ્યો. લોકોમાં આ મામલે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આવી કઠોર સ્થિતિમાં પણ આવા કૌભાંડ આચરતા અને કોઇ ગરીબ લાચારને ફોસલાવી તેમની પાસે કામ કરાવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો આવ્યો હતો જેને લઇને આજે તમામ સફાઈ કર્મચારીઓનો મોરચો પાલિકાની મુખ્ય કચેરી ખાતે પહોંચ્યો હતો અને અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર ના હાય હાય ના નારા લગાવ્યા હતા

Related posts

ડભોઇ તાલુકાના નડા ગામે ખેતરમાં 10 ફૂટ લાંબો અજગર આવી ચઢ્યો મહાકાય અજગર જોઈ લોકોમાં ફેલાયો ફફડાટ

admin

હરણી બોટ દુર્ઘટના પછી પણ ભાજપ ના નેતાઓ સુધર્યા નથી

admin

વડોદરાના અટલબ્રિજ નીચે LIVE અકસ્માત, ટ્રાફિક નિયમોના ભંગથી બાઈકચાલક પટકાયો

admin

Leave a Comment