Genius Daily News
આણંદઆણંદ જિલ્લો

વિશ્વ હેરિટેજ દિવસ નિમિત્તે આણંદ ખાતે અનોખી વાવ શોધવામાં આવી આ વાવથી સોમનાથ ખાતે જવાય તેવી ગ્રામજનોની આસ્થા

વિશ્વ હેરિટેજ દિવસ નિમિત્તે આણંદ ખાતે અનોખી 11 રૂમ સાથેનું ફેર કૂવો એટલે વાવ શોધવામાં આવી, 125 રૂમ હોવાનો ગ્રામજનો નો દાવો, આ વાવથી સોમનાથ ખાતે જવાય તેવી ગ્રામજનોની આસ્થા.

વર્લ્ડ હેરિટેજ નિમિત્તે દેશ વિદેશમાં વિવિધ જગ્યાઓ પર અનોખી હેરીટેજ ઇમારતો આવેલી છે ત્યારે ભારત પણ તેનાથી અલગ નથી, ભારતના અનેક રાજ્યોમાં વિવિધ પ્રકારની હેરિટેજો ઈમારતો આવી હશે જેની શોધખોળ હવે સરકાર દ્વારા કરવામાં આવી છે જે યુવાઓ માટે પ્રેરણા સ્તોત્ર સમાન થશે વડીલો દ્વારા બનાવવામાં આવેલી ઇમારતો તેમજ તે વખતની રેડી કરણી તે વખતનો સમય આવી હેરિટેજ ઇમારતો થી જાણી શકાય ઓળખી શકાય. આણંદમાં એવી જ ઐતિહાસિક હેલિકલ વાવ જેના અંદર 11 જેટલા રૂમ ગ્રાઉન્ડ લેવલ બનાવવામાં આવ્યા છે આ અદભુત અલૌકિક વાવ ની જાણ થતા ની સાથે જ વિસ્તારના સાંસદ મિતેશ પટેલ, આણંદના કલેકટર પ્રવીણ ચૌધરી, વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તથા વડોદરાની ટીમ દ્વારા આ વાવની મુલાકાત લેવામાં આવી હતી અને તેની આજુબાજુ નો વિસ્તાર જેમાં ઝાડી ઝકરા દૂર કરી આજુબાજુનો વિસ્તાર ક્લિયર કરવામાં આવ્યો હતો તેમ જ વાવ ની અંદર જવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી આવી આ ઐતિહાસિક વાવ છે જેમાં ગ્રામજનોના કહેવા મુજબ 125 જેટલા રૂમ અંડર ગ્રાઉન્ડ હોવા જોઈએ અત્યારે સેકન્ડ લેવલ સુધીનું કામ થયું છે જેના અંદર 11 રૂમો મળી આવ્યા છે તથા ગ્રામજનોને તેમના વડીલો થી જાણવા મળ્યું છે કે આ વાવમાંથી સોમનાથ જવા માટેનો એક માર્ગ છે જો આ શોધવામાં આવશે તો આ વાવ ઐતિહાસિકની સાથે લોકોને ટુરિસ્ટ સ્પોટ તરીકે ખૂબ જ આકર્ષિત કરશે.

Related posts

આણંદના પીપળાવ ગામની બેંક ઓફ બરોડા શાખામાં નકલી સોનાથી ગોલ્ડ લોન લેવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો

admin

રિક્ષામાં બેસાડી મહિલાના ગળામાં સોનાની ચેન-મંગળસુત્ર કાઢી લેનાર મહિલાની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આણંદથી ધરપકડ કરી…

admin

આણંદ જિલ્લાના પેટલાદ ખાતે હજરત સૈયદ આબિદ અલી બાવા નો 58મો ઉર્સ શરીફ ઉજવાયો

admin

Leave a Comment