36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં EWS મકાનો મુદ્દે હોબાળો : મકાન બાંધ્યા વિના જ ડ્રો જાહેર થતા લાભાર્થીઓમાં રોષ

વડોદરા શહેરના કલાલી વિસ્તાર, ખિસકોલી સર્કલ નજીક આવેલા પ્લોટ નં. 585 પર આજે EWS મકાન મુદ્દે ભારે હોબાળો સર્જાયો હતો. 2022માં ગરીબ વર્ગના નાગરિકોએ મહાનગરપાલિકાની EWS સ્કીમ હેઠળ મકાન મેળવવા ફોર્મ ભર્યા હતા. લાંબી રાહ બાદ આ વર્ષે 2025માં અચાનક ડ્રો જાહેર કર્યો હતો.

પરંતુ સ્થળ પર પહોંચતા લાભાર્થીઓએ ચોંકાવનારી હકીકત જણાવી— જેનાં મકાનોનો ડ્રો જાહેર થયો, તે મકાનો તો હજી બનેલાં જ નથી.
આને કારણે નાગરિકોમાં ભારે રોષ ફેલાયો હતો અને તેઓએ પાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા.

સ્થળ પર પહોંચેલા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું કે ગરીબોની સાથે ખુલ્લેઆમ છેતરપીંડી થઈ રહી છે. મકાનનો કોઈ પાયો નથી, છતાં ડ્રો જાહેર કરવો ગરીબોની સાથેનો અન્યાય છે. તેમણે પાલિકાને તરત જવાબદારી નિભાવી, મકાન પ્રોજેક્ટ વિશે સ્પષ્ટતા આપવા માંગ કરી.

લાભાર્થીઓએ પણ સ્પષ્ટ માંગ કરી છે કે મકાન ક્યારે પૂર્ણ થશે તેની માહિતી તાત્કાલિક આપવામાં આવે, અને પારદર્શક પ્રક્રિયા દ્વારા મકાનોનું વહેતરણ કરવામાં આવે.

મહીનગરપાલિકાએ મકાન વિના ડ્રો જાહેર કેમ કર્યો?
અને ગરીબોને હકના મકાન માટે હજી કેટલો સમય રાહ જોવી પડશે?
તે અંગે હવે સૌની નજર કોર્પોરેશનના જવાબ પર ટકેલી છે.

Related posts

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા જુથ ગામ પંચાયત ભ્રષ્ટાચાર આપેક્ષ થયો

admin

રામનવમી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શ્રી રામના પૂજા દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

admin

વડોદરાના કારેલીબાગ ખાતે આવેલખાસ વાડી સ્મશાન ગૃહ ખાતેની સમસ્યા દૂર કરવા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા મેયરને આવેદન

admin

Leave a Comment