43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પરીક્ષા પર્વને લઈ વડોદરા તંત્ર સજ્જ; દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વધારાના સમયની વ્યવસ્થા

ગુજરાત સરકાર દ્વારા બોર્ડની પરીક્ષાઓને ‘પરીક્ષા પર્વ’ તરીકે ઉજવવાના નિર્ણયને અનુસંધાને આવનારા દિવસોમાં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ જોવા મળી રહ્યું છે.

આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવા માટે ઘરેથી વહેલા નીકળવાની અપીલ કરી હતી, જેથી અંતિમ ક્ષણના તણાવથી બચી શકાય.

દિવ્યાંગ વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે વધારાના સમયની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ, કોઈપણ પ્રકારની મુંઝવણ કે પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવવા પણ અપીલ કરી હતી.

આ વર્ષે વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે Vadodara Central Jailના અંદાજે 14 જેટલા કેદીઓ પણ બોર્ડ પરીક્ષામાં ભાગ લેવા જઈ રહ્યા છે, જે શિક્ષણ પ્રત્યેની લાગણી અને સુધારાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

જિલ્લા તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થાઓ, સુરક્ષા અને સુચારુ આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

Related posts

વડોદરાના ભીમનાથ મંદિર વિસ્તારમાં 6 મહિનાથી પાણીની સમસ્યા : નાગરિકોનો સૂત્રોચાર સાથે વિરોધ

admin

વડોદરા શહેર પોલીસ દ્વારા ઉતરાયણમાં સુરક્ષાની જાગૃતિ માટે અલગ અલગ પ્રકારના ઝુંબેશ કરવામા આવ્યા

admin

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો પાસ થયેલાં વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકશે.

admin

Leave a Comment