Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દેશવ્યાપી હડતાળમાં વડોદરાના બેંક કર્મચારીઓ જોડાયા, બેંકિંગ સેવાઓ પ્રભાવિત

વડોદરા શહેરના મહુડા વિસ્તારમાં આવેલ બેંક ઑફ બરોડા સહિત વિવિધ બેંકોના કર્મચારીઓ આજે દેશવ્યાપી હડતાળમાં જોડાયા હતા. દેશવ્યાપી હડતાળના સમર્થનમાં શહેરના બેંક કર્મચારીઓએ કામથી અલિપ્ત રહી વિરોધ નોંધાવ્યો હતો.

૧૦ કેન્દ્રીય શ્રમ સંગઠનો દ્વારા આપવામાં આવેલા આહવાનને અનુસરી વડોદરાની વિવિધ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોના અંદાજે ૨,૦૦૦ થી ૨,૫૦૦ જેટલા કર્મચારીઓ હડતાળમાં સામેલ રહ્યા હતા. જેના કારણે શહેરમાં બેંકિંગ સેવાઓ પર નોંધપાત્ર અસર જોવા મળી હતી.

ગ્રાહકોને નાણાકીય વ્યવહારો, જમા-ઉઠાંતરી તથા અન્ય દૈનિક સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હડતાળ દરમિયાન કર્મચારીઓએ પોતાના વિવિધ પ્રશ્નો અને માંગણીઓ અંગે સરકાર સમક્ષ અવાજ ઉઠાવ્યો હતો.

Related posts

ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી પર ડોક્ટરે દુષ્કર્મ આચર્યું

admin

વડાપ્રધાનના કાર્યક્રમને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા બેઠક યોજવામાં આવી.

admin

ડિજિટલ એરેસ્ટ મામલે બે ભેજાબાજો ઝડપાયા

admin

Leave a Comment