શહેરમાં સૂર સાગર ખાતે ગાયકવાડ રાજાના સમયથી તળાવ ફરતે અને આસપાસના વિસ્તારોમાં લારીઓ ઉભી રાખી લોકો રોજગારી મેળવી રહ્યા છે ત્યારે બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા શહેરમાં સુરસાગર સહિત અન્ય વિસ્તારોમાં ગરીબોની લારી ગલ્લા પથારાઓ દબાણો દૂર કરવાના નામે છીનવી રહી છે. એક તરફ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ છે કે જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો અમલ નથી કરવામાં આવતો ત્યાં લારી ગલ્લા પથારા હટાવવામાં ન આવે વડોદરા શહેરમાં સ્ટ્રીટ વેન્ડર પોલીસી લાગું નથી કરાઇ બીજી તરફ સરકાર લારી ગલ્લા પથારાવાળા ને રૂ.10,000અને આગળ તબક્કાવાર ધંધો રોજગાર માટે લોન આપે છે અને આ તરફ પાલિકા કોઈ યોગ્ય જગ્યાએ ફાળવણી અને સ્ટ્રીટ વેન્ડર પોલીસી લાગું કર્યા વિના આડેધડ રીતે લોકોના લારી ગલ્લા પથારાઓ છીનવી બેરોજગાર બનાવી રહી છે જેના વિરોધમાં આજે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ત્રૃત્વિજ જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ની આગેવાનીમાં લારી ગલ્લા ધારકો સાથે જ વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં મોરચો લઈ પાલિકા કચેરીએ પહોંચ્યા હતા જ્યાં મ્યુનિસિપલ કમિશનર ને વિપક્ષી નેતા દ્વારા લારી ગલ્લા ન ઉઠાવવા અને સ્ટ્રીટ વેન્ડર પોલીસી લાગું કરી યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી

