40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સાત કાઉન્સિલરોના સસ્પેન્શન મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસે “લોલીપોપ ચોકલેટ”વિતરણ કરી અનોખો વિરોધ કર્યો

સાત કાઉન્સિલરોના સસ્પેન્શન મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસે “લોલીપોપ ચોકલેટ” વિતરણ કરી અનોખો વિરોધ કર્યો વડોદરા શહેરમાં કોંગ્રેસના સાત કાઉન્સિલરોને સસ્પેન્ડ કરવાના મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા તીવ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનની બહાર ચાર રસ્તા પાસે ધરણા યોજાઈ હતી, જેમાં પ્રતીકાત્મક રીતે “લોલીપોપ ચોકલેટ”નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો કે કોર્પોરેશનની સભામાં તેમના કાઉન્સિલરોને બોલવાની તક આપવામાં આવતી નથી. તેમણે કહ્યું કે સત્તાધારી પક્ષ માત્ર “લોલીપોપ” આપીને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ વાસ્તવિક કામ કરતું નથી.કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે લોકશાહી પ્રણાલીને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને અન્યાયપૂર્ણ રીતે કાઉન્સિલરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિરોધ દરમિયાન સૂત્રોચ્ચાર સાથે નાગરિકોને લોલીપોપ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું.કોંગ્રેસના નેતાઓએ જાહેરાત કરી કે આગામી દિવસોમાં મેયરના વોર્ડથી શરૂઆત કરીને શહેરના દરેક વોર્ડમાં જઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ “ઉજાગર કાર્યક્રમો” યોજવામાં આવશે.

Related posts

વેસ્ટન રેલવે મજદૂર સંઘ દ્વારા પ્રતાપનગર રેલ્વે ડીઆરએમ કચેરી ખાતે પડતર પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

admin

વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧ના મકાનને તસ્કરો નિશાન બનાવી સોના ચાંદીના દાગીના લઇ ફરાર

admin

વડોદરા શહેરમાં બુધવારે વહેલી સવારે દોઢ ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

admin

Leave a Comment