પંડયા બ્રીજ પાસે જ્યોતી સર્કલ ખાતે એક સુઝુકી એકસેસ મોપેડ સાથે ઇસમ નામે વિજયભાઇ ઉર્ફે વીજુ મહેંદ્રભાઇ ડીંડોડ ઉ.વ.૧૮ રહે. બાજવા ત્રણ રસ્તા, એસ.બી. આઇ.બેંકની બાજુમાં,ઝુપડપટ્ટી નજીક વડોદરા શહેર. મુળ રહે.ગામ મલવાસી તા. ઝાલોદ જી.દાહોદને પકડી પાડેલ. સદર ઇસમ પાસેની મોપેડમાં પગ મુકવાની જગ્યાએ રાખેલ એક વજનદાર થેલામાં જોતાં ગોવા સ્પીરીટ વ્હીસ્કી બ્રાંડની ૧૮૦ મિ.લી.વિદેશી દારૂ ભરેલ બોટલ નંગ- ૧૩૭ કી.રૂ.૧૫,૭૫૫/- નો જથ્થો મળી આવતા સદર ઇસમે આ વિદેશી દારૂનો જથ્થો વગર પાસ પરમીટે પોતાની પાસે રાખી મોપેડમાં હેરાફેરી કરતા મળી આવેલ હોય જેથી આ વિદેશી દારૂનો જથ્થો અને એકસેસ મોપેડ મળી કુલ કી.રૂ. ૩૫,૭૫૫/- નો મુદ્દામાલ કબજે કરી આ વિદેશી દારૂના જથ્થો મોપેડમાં ગેરકાયદેસર રીતે રાખી હેરાફેરી કરતા પકડાયેલ ઇસમ સામે પ્રોહીબીશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી ગુનો રજી. થવા અને વધુ તપાસ માટે ગોરવા પો.સ્ટેશન સોંપવામાં આવેલ છે.

