35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પંદર દિવસ પહેલા વડોદરા શહેરમાં રાત્રી ઘરફોડ ચોરીના બે ગુના આચરનાર રીઢા આરોપી સહીત બે આરોપીને ચોરી કરેલ મુદ્દામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર આર.જી.જાડેજા તેમજ પોલીસ ઇન્સ.એચ.ડી.તુવર નાઓની દોરવણી હેઠળ પો.સબ.ઇન્સ.બી.એસ.વાળા તથા પો.સબ.ઇન્સ. એ.જે.રાઠવાનાઓ ટીમના માણસો સાથે વડોદરા શહેરમાં ઘરફોડ ચોરીના ગુનાઓ કરતા ઇસમો અંગે ટેકનીકલ, સીસીટીવી, હ્યુમન સોર્સ આધારે સતત તપાસમાં રહી ટીમના માણસો ઘરફોડ ચોરીના ગુનાઓ કરતાં ઇસમોની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલા. પેટ્રોલીંગ દરમ્યાન ટીમને માહીતી મળેલ કે,* નેહરુચાચાનગરમાં રહેતો લાખનસિંગ સીકલીગર તથા તેના મામાનો દિકરો ભગતસિંગ રહે. પોરનાઓએ ઘરફોડ ચોરી કરેલ છે અને આ બન્ને હોન્ડા શાઇન બાઇક લઇ ચોરીના ઘરેણા વેચવા નીકળેલ છે. તેઓ કિશનવાડી તરફથી અજબડી મીલથી પાણીગેટ ભદ્ર કચેરી પાછળના રોડ તરફથી માંડવી ઘડીયાળી પોળ જનાર છે. * તેવી માહીતી મળતાં જેથી ટીમે અજબડી મીલ ચાર રસ્તા ખાતે વોચ રાખતા વોચ દરમ્યાન બે ઇસમો માહીતી મુજબની સાઇન મોટર સાયકલ સાથે પસાર થતા હોય તેઓને મોટર સાયકલ સાથે રોકી આ બન્ને ઇસમોમાં ન. (૧) લખનસિંગ શેરુસિંગ દુધાણી (શિકલીગર) રહે. ચાચાનહેરુનગર આજવા રોડ વડોદરાનો તથા ન.(૨) ભગતસિંગ રંજનસિંગ ઉર્ફે કાલુસિંગ બાવરી (શિકલીગર) રહે. નવીનગરી પોર પાણીની ટાંકી પાસે તા.જી.વડોદરાનો હોય બન્ને પાસેથી મો.ફોન તેમજ તેઓ પાસેની થેલીમાંથી એક ઓપ્પો મો.ફોન, ચાંદીના સાંકળા-૪ જોડી, ચાંદીના સીક્કા-૦૬ તથા સોનાનુ પેંડલ મળી આવતા આ મળી આવેલ સોનાચાંદીની વસ્તુના આધાર પુરાવા આ બન્ને ઇસમો પાસે ન હોય જેથી આ બન્ને ઇસમોની સઘન પુછપરછ દરમ્યાન તેઓ પાસેથી મળી આવેલ સોનાચાંદીના દાગીનાઓ પંદરેક દિવસ અગાઉ વડોદરા શહેરના હરણી અને બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકીનો મુદ્દામાલ હોવાનું જણાઇ આવતા અને આ રાત્રીના સમયે આ બન્ને આરોપીઓ દ્વારા આચરેલ બે ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે.તેમજ આ આરોપીઓની વધુ પુછપરછ અને તપાસ દરમ્યાન આરોપીઓએ આ બન્ને ઘરફોડ ચોરી કર્યા બાદ ચોરીમાં મળેલ સોનાચાંદીના દાગીના વેચી નાંખેલ હોય ચોરીમાં ગયેલ મુદ્દામાલના સોનાના દાગીનાઓ ગાળેલ રણી તથા ચાંદીના દાગીના ગાળેલ ચોરસોનો મુદ્દામાલ મળી આવતા આ તમામ મળેલ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી આ બન્ને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આ આરોપીઓની પુછપરછ અને તપાસ દરમ્યાન હરણી અને બાપોદ પો.સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના બે અનડીટેકટ ગુનાઓ થતા હોય આ બન્ને પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ છે.

Related posts

જરોદ પાસે ટ્રક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત…

admin

એક વર્ષથી રજૂઆતછતા તંત્રની આંખ નહીં ઉઘડતા યુવક ઉપવાસ પર ઉતર્યો

admin

વડોદરામાં વિનાશને છુપાવવા વિકાસ સપ્તાહની ઉજવણી સામે આમ આદમી પાર્ટીનો અનોખો વિરોધ

admin

Leave a Comment