પ્રથમ બનાવમાં આરોપીએ ફરીયાદીશ્રી નાઓના છાણી, સપ્તપદિ પાર્ટી પ્લોટ પાછળ આવેલ સોહમ બંગ્લોઝના બંધ મકાનનુ સાગરીતો સાથે મળી બંધ મકાનનો આગળના ભાગે આવેલ મુખ્ય દરવાજાને મારેલ તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂ. ૪,૩૭,૦૦૦.૦૦ની મત્તાની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય જે બાબતે છાણી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૫૨૪૦૪૮૧/૨૦૨૪ કલમ ૩૩૧(૪), ૩૦૫,૫૪ B.N.S. મુજબનો ગુનો રજીસ્ટર થયેલ.
બીજા બનાવમાં આરોપીએ સાગરીતો સાથે ભેગા મળી ફરીયાદીશ્રી નાઓના ગોત્રી રોડ, ગોકુળ નગર ના બંધ મકાનના નીચેના ભાગે આવેલ મુખ્ય દરવાજાને મારેલ તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂ. ૫,૫૦૦.૦૦ મળી કુલ કિ.રૂ. ૨૬,૦૦૦.૦૦ ની મત્તાની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય જે બાબતે ગોત્રી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૪૨૪૦૨૮૭/૨૦૨૪ કલમ ૩૩૧, ૩૦૫ B.N.S. મુજબનો ગુનો રજીસ્ટર થયેલ.
ત્રીજા બનાવમાં આરોપીએ સાગરીતો સાથે ભેગા મળી ફરીયાદી શ્રી જેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા નંદેસરી શાખામાં ફરજ બજાવતા હોય અને તેઓની સદર બેંકના બંધ મકાનના લોખંડની જાળીના દરવાજાનો નકુચો તોડી બેંકના વાઉચર રૂમ ની દિવાલમાં બાકોરૂ પાડી બેંક માં પ્રવેશ કરી ચોરી કરવાની કોશીષ કરી નાશી જઇ ગુનો કરેલ હોય જે બાબતે નંદેસરી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૯૨૪ ૦૩૭૦/૨૦૨૪ કલમ ૬૨,૩૩૧(૩),૩૩૧(૪) B.N.S. મુજબનો ગુનો રજીસ્ટર થયેલ.
સદર ગુનાઓમા આરોપીની ધરપકડ કરવામા આવેલ હતી જે આરોપી જામીન ઉપર મુકત થતા સદર આરોપી કોઇ પ્રામાણિક કામ ધંધો કરતા નથી, અને સાગરીતોની ગુંડા ટોળકી બનાવેલ છે. અને સાગરીત સાથે ભેગા મળી વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રાત્રી તેમજ દિવસ દરમ્યાન ફરી બંધ મકાનોને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરીઓ કરી શહેર વિસ્તારમાં જાહેર વ્યવસ્થાનીજાળવણીમાં બાધકરૂપ ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ અવાર-નવાર આચરે છે તેમજ ઘરફોડ ચોરીઓ કરી મેળવેલ સોનાના ચાંદીના દાગીનાઓ તેમજ ઘરફોડ ચોરી કરવાના હથિયારો સાથે સદર આરોપી પકડાયેલ છે. અને ઘરફોડ ચોરીઓ કરી મેળવેલ સોના ચાંદીના દાગીના આર્થિક ફાયદા સારૂ બજારમાં નજીવી કિંમતે વેચી નાખે છે. અને મળેલ રોકડા રૂપીયા મોજશોખમાં વાપરી નાંખે છે. આમ, આરોપીની આવી ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ કારણે શહેર વિસ્તારમાં વસતા નાગરીકો આરોપીની હાજરી માત્રથી પોતાના માલ, મિલ્કતની અસલામતી અનુભવે છે. આ રીતે આરોપીની ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થાનો ભંગ કરતી સ્પષ્ટ જણાય આવતા આરોપીની અસામાજીક પ્રવૃતી અંકુશમા આવે તે સારૂ સુંદર ઇસમનુ પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેર છાણી પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઇ ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારૂ મોકલી આપેલ છે.

