Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જામીન પર મુક્ત થયા બાદ ફરાર થઇ નાસતા ફરતા કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીને ઝડપી પાડતી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ

વડોદરા શહેરના વારસિયા વિસ્તારનો કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધી મધ્યસ્થ જેલથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ ફરાર થઈ ગયો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે છેલ્લા ચાર મહિનાથી નાસતા-ફરતા આરોપીને આજે એક્સપ્રેસ હાઇવે કરજણ ખાતેથી પકડ્યો હતો. વડોદરા શહેરના કિશનવાડી પોલીસ મથકે વારસિયા વિસ્તારના સંતકવર કોલોનીમાં રહેતો આરોપી અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાસમલ વાધવાણી સામે ગુનો નોંધાતા તેને કાચા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. જો કે ગત 18 મેના રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપીના 7 દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જેથી આરોપી જેલમાંથી બહાર આવી ફરાર થઇ ગયો હતો.

પોલીસ ધરપકડથી બચવા આરોપી છેલ્લા ચારેક મહિનાથી નાસતો ફરતો હતો. જો કે આજે આરોપી અલ્પેશ ઉર્ફે અલ્પુ સીંધી વાધવાણીને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરજણ નજીક આવેલ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર ફૂડપ્લાઝા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદમાં વધુ કાર્યવાહી માટે કેદીને વડોદરાની મધ્યસ્થ જેલમાં પરત સોંપવામાં આવ્યો છે.

આરોપી અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાસમલ વાઘવાણી સામે વિદેશી દારૂ ઉપરાંત ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ, ખંડણી, મારામારી, ધાકધમકી આપવાના, જેલમાંથી બોગસ ડોક્યુમેન્ટ આધારે જામીન પર છુટવા અંગેના પ્રયાસના, જેલના કાયદાનો ભંગ કરવાના, હદપાર હુકમને ભંગ કરવાના, મારામારી,વાહન સળગાવી દેવાના એમ ૫૦(પચાસ)થી વધુ ગુનાઓ નોંધાયેલ છે. આરોપીની આ ગુનાહિત પ્રવૃતિના કારણે બે વખત પાસામાં ગયેલ છે અને એક વખત હદપાર થયેલ છે.

Related posts

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કડક ચેતવણી પત્ર બહાર પાડ્યો

admin

‘બાપુ’ હોટલમાં જમવાનું ન મળ્યું તો માલિકને ઘરે જઈ ચાકુના ઘા માર્યા

admin

આવનાર મહોરમ તહેવારને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

admin

Leave a Comment