હવે પોલીસે નશો અને રુવાબ ઉતાર્યો!
વડોદરામાં કેટલાક તોફાનીઓને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ વર્તન કરે છે,દારૂના નશામાં બેફામ બનતા આવા જ તોફાનીઓ બરાબરનો દારૂ ઢીંચી વાઘોડિયા રોડ પર આવેલ ‘બાપુ’ હોટલમાં જમવા ગયા પણ ત્યાં જમવાનું ન મળતા દાદાગીરી કરી માલિકને ફોન લગાવી ‘ઘરનું લોકેશન મંગાવી’ ઘરે પોહોચી માર મારી ચાકુના ઘા માર્યા હતા,ફોર્ચ્યુનર કારમાં આવેલ નબીરાઓએ સમતાના સુરેશ ભજિયાવાલાના પુત્ર અને ભાજપના યુવા નેતા ગૌરાંગ પઢિયાર પર હુમલા કરી ભાગી છૂટ્યા હતું જે અંગે ફરિયાદ બાદ ગોરવા પોલીસે તાબડતોબ એક્શન લેતા ગણતરીના કલાકોમાં જ હુમલાખોર શક્તિસિંહ સહીત 4ની અટકાયત કરી હતી,ગોરવા પોલીસે ચારેયનો નશો અને રુવાબ ઉતારી દીધો હતો.

