ઝંડા ફરકાવ્યા બાદ તેજસ્વી વિદ્યાર્થીઓનું શીલ્ડ અને રોકડ ઇનામથી સન્માન કરાવાયો..
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ સિંધ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ ખાતે ભારતના 77મા ગણતંત્ર દિવસની ભાવભેર અને ઉત્સાહભરી ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બેંક દ્વારા વર્ષોથી તમામ રાષ્ટ્રીય તહેવારોની નિયમિત ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે પણ ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરી દેશપ્રેમની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે બેંકના પ્રમુખ શ્રી રમેશ જ્ઞાનચંદાણી, સ્થાનિક કાઉન્સિલર શ્રી હીરાભાઈ કંજવાની તથા ઉપપ્રમુખ શ્રી સુનિલભાઈ બાલાનીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેના દ્વારા શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.
આ આયોજનમાં બેંકના વ્યવસ્થાપક મંડળ, રૂપાભાઈ વાસવાની જેવા ઉદ્યોગપતિઓ,વેપારીઓ કર્મચારીગણ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

