27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 24, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્મશાનોના ખાનગીકરણ કરવાના વિરોધ પ્રદર્શન કરવા આવેલ ટીમ વડોદરા તથા કોંગી આગેવાનોની અટકાયત

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સામાન્ય સભા મળવાની હતી આ સાથે પાલિકાની વડી કચેરી ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રદર્શન કરવામાં આવનારું હતું તેમજ ટીમ વડોદરા દ્વારા પણ પ્રદર્શન કરવામાં આવનાર હોવાની જાણ થતા સુરક્ષા વ્યવસ્થા સધન કરવામાં આવી હતી. પાલિકાના કોન્ટ્રાક્ટ ના સિક્યુરિટી ના કર્મચારીઓ, અધિકારીઓ કાયમી સિક્યુરિટી ઓફિસર કર્મચારીઓ ગાર્ડ સહિત હથિયારધારી પોલીસ કર્મચારીઓ પાલિકાની વડી કચેરીના પદાધિકારીઓ સંકુલમાં ગોઠવાઈ ગયા હતા. મુખ્ય પ્રવેશ દ્વારને પણ સાંકળ ની મદદથી તાળું મારી દેવામાં આવ્યું હતું……

પોલીસના લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસ પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ rutvij જોષી અને અન્ય કોંગી આગેવાનો સ્મશાનોને ખાનગીકરણ કરી ઇજારદારોને જવાબદારી સોપવાના નિર્ણયના વિરોધમાં ઠઠાડી લઈને પ્રદર્શન કરવા માટે આવ્યા હતા સાથે અનોખો એવોર્ડ પણ લાવ્યા હતા આ પ્રદર્શન શરૂ થતા ની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી અને શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત અનેક કોંગી આગેવાનોની અટકાયત કરી હતી. આ વેળાએ શાબ્દિક ઘર્ષણ અને તુ તુ મે મેના દ્રશ્યો પણ સર્જાયા હતા…

ટીમ વડોદરા ના સ્વેજલ વ્યાસ અને અન્ય આગેવાનો વિશિષ્ટ પ્રકારનો એવોર્ડ લઈને પાલિકા ની વડી કચેરી ખાતે પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા જ પોલીસે તેમને અટકાવ્યા હતા અને તેમની પણ અટકાયત કરી હતી આ એવોર્ડ આપી પોતાની વાત મુકવા આવેલા સ્વેજલ વ્યાસ સહિતના અનેક આગેવાનો ની પોલીસે અટકાયત કરી લીધી હતી. સ્મશાન નો સહિતના અનેક મુદ્દાઓને લઈને કટાક્ષ સાથે એવોર્ડ લઈને આવેલા ટીમ વડોદરા ના સભ્યોને પાલિકાની વડી કચેરી ખાતે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

તો સમય મુજબ સાંજે 5:00 કલાકે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના સર સયાજીરાવ સભાગૃહમાં સામાન્ય સભા મળી હતી વંદે માતરમ સાથે સભાની શરૂઆત થઈ હતી જે બાદ શોક દર્શક ઠરાવ વાંચવા માટે ઉભા થયા હતા જો કે કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત અન્ય કોંગી કોર્પોરેટરો કાળા વસ્ત્રો ધારણ કરીને આવ્યા હતા અને બે વ્યક્તિઓના તંત્રના પાપે મૃત્યુ થયા હોવાથી ખાડા ના કારણે જેમનું મૃત્યુ થયું તે વ્યક્તિ અને ડ્રેનેજમાં જે વ્યક્તિ પડી ગયા તે વ્યક્તિના માનમાં પણ શોકદર્શક ઠરાવ રજૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જો કે આ માંગ અસ્વીકાર કરી માત્ર વડોદરા મહાનગરપાલિકાના સભાસદ કિરણમયી મહેતા ના દુ:ખદ અવસાન તેમજ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકા નો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની જોડતો મહીસાગર નદી પરનો મુજપુર ગંભીરા પુલ નો એક ભાગ તૂટવાના બનાવવામાં 21 લોકોના મૃત્યુ બદલ વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા માં દુઃખ અને શોખની લાગણી વ્યક્ત કરી ઠરાવ રજૂ કરી બે મિનિટનું મૌન પાળી સભાને મુલતવી રાખવામાં આવી હતી. આજની મુલતવી થયેલી સભા આવતીકાલે સાંજે પાંચ કલાકે મળશે

Related posts

વડોદરામાં 70 વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પ્લાન્ટ કાર્યરત કરવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ

admin

પ્રતિબંધીત ચાઇનીઝ દોરાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય SOG પોલીસ…

admin

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા વોર્ડ 5 વિસ્તારમાં આવેલા TP પ્લોટ પરના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા

admin

Leave a Comment