ગુજરાત બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ પૂરી થતાની સાથે જ વડોદરા ડીઈઓ કચેરી દ્વારા પરીક્ષાના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરુ કરવામાં આવી હતી. જે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ ચકાસણીમાં ધો.10માં એક અને ધો.12ના વિજ્ઞાન પ્રવાહમાં તથા સામાન્ય પ્રવાહમાં શંકાસ્પદ ગેરરીતિના એક-એક કેસ એમ કુલ ત્રણ કેસ સામે આવ્યા છે. આ વિદ્યાર્થીઓ કાપલીમાંથી લખતા હોવાનું ફૂટેજમાં દેખાયું હતું. જેમની સુનાવણી હાથ ધરી તેનો અહેવાલ બોર્ડને મોકલી આપવામાં આવ્યો છે.

