વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા છેલ્લા 25 વર્ષથી વિધાર્થીઓને ચોપડા વિતરણ સાથે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા…..
વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ કબીર મંદિર ના પ્રાંગણમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા છેલ્લા 25 વર્ષથી વિધાર્થીઓને ચોપડા વિતરણ સાથે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા જેમાં ધોરણ એકથી કોલેજ સુધી ના ૨૦૦થી વધુ બાળકોને ચોપડા, પુસ્તક સાથે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ક્ષત્રિય રાજપૂત સમાજ ના બાળકોને પ્રોત્સાહન મળે સાથે સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવે છે કે આગળ અભ્યાસ અને સમાજને કઈ રીતે આગળ વધવું તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સાથે વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ ના અગ્રણીઓ સાથે યુવાનો હાજર રહ્યા હતા

