27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

વડોદરા જિલ્લા એલ.સી.બી એ શાકભાજી ની આડમાં દારૂનો જથ્થો ઝડપી પાડયો

વડોદરા તા.20 લોકલ ક્રાઈમ બ્રાંચ વડોદરા ગ્રામ્ય ના પી.આઈ કે.આર સીસોદીયા એ પોતાના તાબા ના અધિકારીઓ ને વધુ માં વધુ ભારતીય બનાવટ ના વિદેશી શરાબ અને અન્ય નશા કારક વસ્તુ ઓ ને પકડી પાડવા સુચના આપેલ હોય પી.એસ. આઈ. એસ .જે. રાઠવા એલ.સી. બી અને ટીમ સાથે પેટ્રોલીંગ માં હતા પોલીસને બાતમી મળેલ કે બોલેરો પીક અપ MP 13 GB 6484 માં લીલા શાકભાજી ની આડ માં ભારતીય બનાવટ નો વિદેશી શરાબ નો જથ્થો ભરી

ડભોઈ બોડેલી રોડ પર વેગા પાસે એચ પી. પ્રેટ્રોલ પંપ પાસે બોલેરો પીક અપ ની તપાસ કરતાં બે ઈસમો ઝડપાયા જેની તપાસ કરતાં ગૌરવ ભેરસિંગ ચૌહાણ રે ચાદપુર કઠીવાડા તા. અલીરાજપુર મધ્યપ્રદેશ અને પીન્ટુ લાલુ ચૌહાણ રે. ઈન્દરસિહ કી ચૌકી અલીરાજપુર મધ્યપ્રદેશ ને ઝડપી પુછતાછ કરતાં ગાડી માંથી શાકભાજી ની આડ માં વિદેશી દારૂ ની કુલ પેટીઓ ૧૩૫,જેમાં કવાટર્યા બિયર ટીન ૪૮૦૦ નંગ જેની કિંમત ૬,૩૨,૨૮૦ |- મોબાઈલ ૨ નંગ ૬૦,૦૦૦ -અંગ ઝડતી ના ૧૭૦૦ લીલા શાકભાજી ના ૪૦,૦૦૦/- અને બોલેરો પીક અપ ની કિંમત ૮ ,૦૦ ૦૦૦ એમ કુલ ૧૫,૩૪ ,૪૮૦ નો મુદ્દા માલ ઝડપી ડભોઈ પોલીસ ને સોંપેલ છે આ ભારતીય બનાવટ ના વિદેશી શરાબ ની ગાડી ચાંદપુર ખાતે થી રાજસ્થાની ઢાબા પાસે થી આપેલ જે વેગા ચોકડી થી થાનસિંગ કિરાડ રે એમ.પી આગળ લઈ જનાર હોવાની વિગતો બહાર આવી છે હવે ડભોઈ પોલીસ આ ની વધુ તપાસ કરી છે.

Related posts

ગુજરાતના સુરતના રહેવાસી સિદ્ધાર્થ દોશીએ પોતાની લક્ઝરી કારને ‘ઓપરેશન સિંદૂર’ ના પેઈન્ટ થી રૂપાંતરિત કરી દેશભક્તિનું એક અનોખું ઉદાહરણ રજૂ કર્યું

admin

ડભોઇ નગરપાલિકાના વર્તમાન બોર્ડની છેલ્લી સમગ્ર સભા પૂર્ણ, ગેરકાયદેસર હોવાના આક્ષેપ સાથે વિપક્ષનો વોકઆઉટ

admin

ડ્રેનેજ લાઈનનું નાનું કામ આજ દિન સુધી પૂર્ણ નહીં થતાં રહીશોને અવરજવરમાં મુશ્કેલ

admin

Leave a Comment