41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ખેડા જિલ્લોગળતેશ્વર

સોઢોલી ગામની પીએમ શ્રી શાળામાં નવનિર્મિત ત્રણ વર્ગખંડોનું લોકાર્પણ

ગળતેશ્વર તાલુકાના સોઢોલી ગામે આવેલી પીએમ શ્રી શાળામાં આજે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. શાળામાં શિક્ષણની સુવિધાઓમાં વધારો કરતા નવનિર્મિત ત્રણ વર્ગખંડોનું આજ રોજ વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સોઢોલી ગામના યુવા અને ઉત્સાહી સરપંચ શ્રી રવિ જોષી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ બાદ રિબિન કાપી નવા વર્ગખંડોને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ પ્રસંગે સરપંચે જણાવ્યું હતું કે શાળામાં ભૌતિક સુવિધાઓ વધવાથી ગામના બાળકોને વધુ સારો અભ્યાસનો માહોલ મળશે અને શિક્ષણનું સ્તર વધુ ઊંચું આવશે.

આ લોકાર્પણ પ્રસંગે એસ.એમ.સી.ના તમામ સભ્યો, ગામના વિવિધ ક્ષેત્રોના આગેવાનો, શાળાનો શૈક્ષણિક સ્ટાફ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવા વર્ગખંડો મળતા શાળાના બાળકોમાં પણ ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી.

કાર્યક્રમના અંતે એસ.એમ.સી.ના સભ્યો તથા ગ્રામજનોએ શાળાને મળેલી આ નવી સુવિધા બદલ તંત્ર અને જિલ્લા પંચાયતનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

હડમતીયા–વાળીનાથ મુખ્ય માર્ગ જર્જરિત હાલતમાં, ગ્રામજનોએ તંત્રને કરી રજૂઆત

admin

ગળતેશ્વર સિવિલ કોર્ટ ખાતે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી : સુપ્રિટેન્ડન્ટ મોસિન મન્સૂરીના સાહેબના હસ્તે કરાયું ધ્વજવંદન

admin

મેનપુરાની શારદા મંદિર હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો ઉત્સાહભેર પ્રારંભ

admin

Leave a Comment