વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે અનોખી દોડ યોજવામાં આવી હતી. જેમાં વડોદરાની ૬૦ થી વધુ શાળાઓના ધો-૨થી ૬ના ૫૦૦૦ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. તેમજ સ્વચ્છતા પર્યાવરણનું સંરક્ષણ કરવાના શપથ લીધા હતા.
વિઓ : વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા 13મી મેરેથોનનાના આયોજન પૂર્વે જુનિયર રન યોજીને નવી શરૂઆત કરી છે. આ અનોખી દોડ યોજવા પાછળનો મુખ્ય હેતુ બાળકો બાલ્યાવસ્થા થીજ રમત અને દોડમાં રસ લેતા થાય. માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ ૧૦૦ મીટરની જુનિયર રનમાં શહેરની વિવિધ ૬૦ શાળાઓમાં ધો ૨થી૬માં ભણતા ૫૦૦૦થી વધુબાળકો એ ભાગ લીધો હતો. વડોદરા મેરેથોનના ચેર પર્સન તેજલ અમીન, મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુ, જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે, શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષીધ દેસાઈ, બીજેપી શહેર પ્રમુખ ડૉ.જયપ્રકાશ સોની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ કેટેગરીના બાળકોને ફેલગ ઓફ કરીને દોડની શરૂઆત કરાવી હતી.

