વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા સુરક્ષિત ” સેફ વડોદરા ” શીર્ષક હેઠળ મહિલાઓ માટેની “કવિન્સ મેરેથોન”નું અયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહારાણી રાધિકા રાજે ગાયકવાડ, મેરેથોન ચેરપર્સન તેજલ અમીન, કોમનવેલ્થ સિલ્વર મેડલિસ્ટ અને પોલીસ વુમન લજ્જા ગોસ્વામી, સહિત નાં મહાનુભાવો દ્વારા રાત્રી મહિલા મેરેથોન નું ફ્લેગ ઓફ કરવા માં આવ્યું હતું અકોટા દાંડિયાબજાર બ્રિજ સોલર પેનલ પરથી ક્વીન્સ રનને ફ્લેગ ઓફ થઈ હતી
વડોદરામાં મહિલાઓ સહિત તમામ માટે એક સુરક્ષિત સ્થળ છે તે સંદેશ સાથે હજારો મહિલાઓ એક સાથે દોડી હતી સેફ (સુરક્ષિત ) વડોદરા ” ના શીર્ષક હેઠળ “એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન ” દ્વારા મહિલાઓ માટે ની 4.5 કી.મી ની ” ક્વિન્સ મેરેથોન ” નું આયોજન થયું હતું અકોટા દાંડિયાબજાર બ્રિજ સોલાર પેનલ ખાતે થી મહારાણી રાધિકા રાજે ગાયકવાડની ઉપસ્થિતિ માં આ ક્વિન્સ મેરેથોન નું ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. જેમાં શહેર પોલીસ વિભાગ ની મહિલા કર્મચારીઓ અને શી ટીમ પણ આ ક્વિન્સ મેરેથોન માં જોડાઇ હતી, ક્વિન્સ મેરેથોન દરમિયાન મેરેથોન ના રૂટ પર ગુલાબી રંગ ની ટી શર્ટ માં દોડતી વડોદરા ની ક્વિન્સ ભારે આકર્ષણ જગાવ્યું હતું અકોટા દાંડિયાબજાર બ્રિજ સોલાર થી શરૂ થઈ કોઠી ચાર રસ્તા થી રાવપુરા રોડ થઈ ટાવર ચાર રસ્તા થી જયુબિલી બાગ થઈ પદ્માવતી શોપિંગ સેન્ટર થી મ્યુઝિક કોલેજ રોડ થઈ દાંડિયા બજાર ચાર રસ્તા થઈ પરત સોલાર પેનલ ખાતે આવી પૂર્ણ થઈ હતી

