જયકિશનસિંહ ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા તારીખ 21, 22 અને 23 નવેમ્બર 2025 ના રોજ કાનમ પ્રદેશ પાટીદાર સેવા સમાજ હોલ, નવાપુરા, વડોદરા ખાતે પ્રથમવાર વડોદરા મુદ્રા ઉત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ દરમિયાન વડોદરાના નગરજનો પોતાની પાસે રહેલા જુના સિક્કા, ચલણી નોટો તેમજ એન્ટિક વસ્તુઓ એક્સચેન્જ કરી શકે છે.
આ ઉત્સવનો મુખ્ય હેતુ શહેરના નાગરિકો રૂબરૂ મુલાકાત કરી તેમની મરજી પ્રમાણે સંપૂર્ણ પારદર્શક રીતે એક્સચેન્જ કરે તે માટે આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શનમાં દેશના અનેક રાજ્યોમાંથી જુના ચલણી સિક્કાઓ તથા નોટોનો પ્રદર્શન તેમજ એક્સચેન્જ કરતા વેપારીઓ દ્વારા સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. આ આયોજન દ્વારા આયોજકોનો મુખ્ય હેતુ નાગરિકોને દેશી રજવાડાના ઐતિહાસિક સિક્કા, બ્રિટિશ સમયની નોટો-સિક્કા તથા અનેક દુર્લભ એન્ટિક ખજાનાઓનું મનમોહક પ્રદર્શન નિહાળવાનો અવસર પ્રાપ્ત થાય. ભારતના પ્રાચીન વારસા અને આર્થિક સંસ્કૃતિને જનજન સુધી પહોંચાડવાનો આ પ્રયાસ “હર ઘર સ્વદેશી – ધર ધર સ્વદેશી” ના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે અને આત્મનિર્ભર ભારતના માર્ગે સમાજને પ્રેરણા આપે છે. નાગરિકોને આ ઉપરાંત ઘણી બધી જાણકારી આપવામાં આવી તથા youtube માં આવતા ફેક વિડીયોની ખોટી વાતોમાં ન ફસાવવા સમજાવવામાં આવ્યા હતા.

