લોકસુવિધા અને પર્યાવરણની જાળવણીના હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોનમાં ઘન કચરાના ડોર-ટુ-ડોર કલેક્શન તથા ટ્રાન્સપોર્ટેશન માટે નવિન વાહનોનું ફ્લેગ ઑફ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ VMC પશ્ચિમ ઝોનની કચેરી, અકોટા ખાતે ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુકલ (બાળુ શુક્લ) અને વડોદરા શહેરના મેયર પિન્કીબેન સોનીના વરદ હસ્તે સંપન્ન થયો હતો.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અકોટા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેયુર રોકડિયા તેમજ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહાનગરપાલિકાના પદાધિકારીગણ અને કોર્પોરેટરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
નવિન વાહનોના ઉપયોગથી પશ્ચિમ ઝોનમાં કચરાનું સમયસર અને વ્યવસ્થિત સંકલન સુનિશ્ચિત થશે તેમજ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હોવાનું જણાયું હતું.

