બાકી રહેલી અઢી વર્ષના ટર્મ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પદે નિશિત દેસાઈ ની વર્ણી કરવામાં આવી જ્યારે ઉપ અધ્યક્ષ તરીકે અંજનાબેન ઠક્કર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા કળશ ઢોળવામાં આવ્યો હતો
સંઘના જીગ્નેશ સોની દ્વારા પોતાનું નામાંકન ભરતા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે બિનહરીફ જાહેર થતાં પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ મુદ્દે અટકળો પૂરજોશમાં હતી જેનો આજે અંત આવ્યો છે.
આજે શિક્ષણ સમિતિની વડી કચેરી મધ્યવર્તી શાળા ખાતે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી.
મેયર પિન્કીબેન સોની ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં મિનેશ પંડ્યા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી,ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ઉપસ્થિતિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના નવા અધ્યક્ષ તરીકે નિશીથ દેસાઈ તેમજ ઉપાધ્યક્ષ પદે અંજનાબેન ઠક્કર ની નિયુક્તિ કરવામાં આવી હતી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અઢી વર્ષની ટર્મ બાકી છે તમામ સ્કૂલોને તેમજ વિદ્યાર્થીઓની સંપૂર્ણ જવાબદારીને તકેદારી રાખી આગળની કાર્યવાહી તેઓના હિતમાં કરવામાં આવશે તેવી રીતની આશા નવનિયુક્ત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

