જમ્મુ-કશમિરના પહેલગામમાં ગત તા. 22 એપ્રિલના રોજ થયેલા આંતકવાદી હુમલોમાં 27 ભારતીયોએ જીવ ગુમાવ્યો હતો. આ ધટના બાદ ભારત સરકાર એક્શનમાં આવી અને આતંકવાદ સામે લડવા પાંચ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં હતા. જેમાં પાકિસ્તાની નાગરીકો દ્વારા ભારતીય વિઝા મેળવવામાં આવ્યાં હોય તેવા તમામના વિઝા 27 એપ્રિલ સુધી રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. તેવામાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં પણ હાઇ એલર્ટ છે. ત્યારે ગુજરાતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી વસતા
બાંગલાદેશીઓ સામે ગુજરાત પોલીસે લાલ આંખ દાખવી છે.
વડોદરા પોલીસે ઓપરેશન ઘૂસણખોરી હાથ ધરી શહેરના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વધુની તપાસ હાથ ધરવામાં આવી હતી. ગતરોજ વડોદરા રેલવે પોલીસ વડોદરા રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ હતા . તે દરમિયાન મોડી રાત્રે હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં ડબ્બામાં પોલીસ દ્વારા તપાસ કરતા. જેમાંથી 5 શંકાસ્પદ બાંગ્લાદેશી મળી આવ્યા હતા. રેલવે પોલીસે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અમદાવાદ રેલવે સ્ટેશન થી ટ્રેન માં બેસીને કલકત્તા જવા નીકળ્યા હતા.અને કલકત્તા થીં તેઓ બાંગ્લા દેશ જવાના છે તેમ જણાવ્યું હતું
જેથી રેલવે પોલીસે ડીટેન કરી કાર્યવાહી કરવામાં આવી.

