વડોદરાના બાજવા ગામ પાસે આવેલ સરકારી હોસ્પિટલ બાજુ આવેલ વડનગર પાસે ફૂલ સ્પીડે નશાની હાલતમાં કાર ચાલક ફૂલ સ્પીડે MGVCL થાંભલા સાથે ધડાકા ભેર કાર અથડાય અને એક બાળકને અડફેટે લીધો હતો બાળક ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલ ખસેડવા માં આવ્યો હતો અને બે વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે બનાવની જાણ આજુબાજુના રહીશોને થતા લોક ટોળાં ઉમટ્યા હતા .બીજી તરફ લોકતોડા ઉમટતા કારચાલક ભાગી છૂટ્યો હતો ત્યારબાદ લોકોએ પડકીને ઘટના સ્થળે લાવ્યા હતા લોક ટોળાના જણાવ્યા પ્રમાણે કાર ચાલકે નશાનું સેવન કરેલું હોય તેવું જાણવા મળેલ છે .તો બીજી તરફ બાજવા ગામ દારૂ બાદ હવે ગાજો અને ડ્રગ્સ માફિયા પણ એક્ટિવ થઈ ગયા હોય એવુ જાણવા મળે છે હાલ જવાહર નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર ચાલકને પકડી પોલીસ મથકે લઈ જઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરી .

