વડોદરા શહેરના વલ્લભી ફાઉન્ડેશન કે જે છેલ્લા આઠ વર્ષથી સ્લમ વિસ્તારના બાળકોને એજ્યુકેશન આપવાનું કામ કરવામાં આવે છે તેમના દ્વારા વિવિધ કાર્યક્રમો પણ બાળકો માટે કરવામાં આવતા હોય છે તેવામાં હાલ ભાઈ બહેન નો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન ને ધ્યાનમાં રાખીને આજરોજ સંસ્થા દ્વારા સંસ્થાના બાળકો માટે રાખડી બનાવવાની કોમ્પિટિશન રાખવામાં આવી હતી જેમાં એક થી છ નંબર માં આવેલા બાળકોને ગિફ્ટ આપીને પોસસાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન એપીએસ સ્કૂલના પ્રિન્સિપાલ હેતલબેન તેમજ રેણુકાબેન મહેતા ખાસ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો

