Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દયાળભાઉના ખાંચામાં શ્રીજી ઉત્સવ નિમિત્તે 56 ભોગ સહિત વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું

ગત તા.27 ઓગસ્ટ ને ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી ને બુધવારથી સંસ્કારી નગરી વડોદરા શહેર શ્રીજીમય બન્યું છે.ઠેરઠેર નાના મોટા ગણેશ મંડળો દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે શહેરના રાજમહેલ રોડ સ્થિત દયાળભાઉના ખાંચામાં છેલ્લા 55 વર્ષથી વિવિધ થીમ આધારિત સમાજને કંઇક સંદેશ આપતી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે મુરલી મનોહર શ્રી કૃષ્ણ અને રાધા સ્વરૂપે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. અહીં દસ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું જેમાં ભજન કિર્તન, અલગ અલગ ગેમ્સ રમાડવા સહિતનાં આયોજન કરવામાં આવે છે. બુધવારે ભાદરવા સુદ એકાદશી નિમિત્તે શ્રીજીને 56ભોગ (અન્નકૂટ) ધરાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દયાળભાઉ બાળ યુવક મંડળના સભ્યો દ્વારા હળીમળીને કરવામાં આવે છે.સમગ્ર મામલે મંડળના આગેવાન પ્રશાંતભાઇ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Related posts

વડોદરાના ઝુમરવાલા ટીવીએસ દ્વારા માર્ચ મેગા બોનાન્ઝા લકી ડ્રોની ભવ્ય સફળતાની ઉજવણી

admin

વડોદરા શહેરના દેણા બ્રિજ પાસેથી હરણી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

admin

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા નીલાંબર સર્કલ થી લઈ વોર્ડ 10 કચેરી સુધીના દબાણો હટાવાયા

admin

Leave a Comment