43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કેયુર રોકડિયાના જન્મદિન નિમિત્તે “સેવા પરમો ધર્મ” ના સંકલ્પ સાથે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન

ભારતીય જનતા પાર્ટીના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના જન્મદિન નિમિત્તે “સેવા પરમો ધર્મ” ના સંકલ્પ સાથે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે નારાયણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં અનેક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત ગોરવા સ્થિત હરિધામ મંદિરે દર્શન અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ સિનિયર સિટીઝન સાથે કેક કટિંગ કરી જનસેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કેમ્પમાં આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ તેમજ સિનિયર સિટીઝન માટેની વિવિધ સેવાઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો.આ પ્રસંગે વોર્ડ નંબર 9 ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, વોર્ડ નંબર 8 ના કાઉન્સિલર રાજેશ પ્રજાપતિ, જીવન જ્યોત વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ વસંત સ્વામી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ કરોડિયા આંગણવાડી ખાતે બાલવાડીના બાળકો સાથે કેક કટિંગ કરી બાળકોને ટિફિનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ન્યૂ અલકાપુરી પોલીસ ચોકી નજીક ફતેગંજ ઓવરબ્રિજ નીચે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.સફાઈ સેવિકાઓ સાથે પણ કેક કટિંગ કરી તેમને સાડી વિતરણ કરીને જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી, વોર્ડ નંબર 2 અને 3 ના કાઉન્સિલરો, ભાજપના કાર્યકર્તાઓ તથા વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધારાસભ્ય કેયુર રોકડિયાને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.ત્યારબાદ સમાજ સુરક્ષા સંકુલ દીપક ફાઉન્ડેશન ખાતે વિશિષ્ટ બાળકો સાથે પણ જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.

https://youtu.be/dJY6mrYCTYE

Related posts

બોનસ માટે થયેલી માથાકૂટમાં લૂંટને અંજામ:વડોદરામાં આજવા રોડ ઉદ્યોગપતિના પરીવારને બંધક બનાવનાવી 11.75 લાખની લૂંટ ચલાવનાર 5 આરોપી ઝડપાયા

admin

દક્ષિણ વિસ્તારની હાઇવે પાસેની સોસાયટીઓમાં પાણી પાણી

admin

કીચનવેર અને હોમ એપ્લાયન્સીસ ટ્રેડફેર-૨૦૨૪નો થયો શુભારંભ

admin

Leave a Comment