આદિત્ય હાઈટ્સ, આદિત્ય વિલા, આદિત્ય પેરેડાઇઝ સહિતની સોસાયટીઓના રોડ પર ભરાયા વરસાદી પાણી
વરસાદી પાણી એ છેલ્લા ચાર દિવસથી રહીશોને લીધા બાનમાં
દર વર્ષે રહીશોને સામનો કરવો પડે છે વરસાદી પાણીની સમસ્યાનો
સ્થાનિક રહીશો કાયમી નિકાલ લાવવાની કરી રહ્યા છે માંગ
વોર્ડ નંબર 16 ના સ્થાનિક કાઉન્સિલર સ્નેહલબેન પટેલે સ્થાનિકોને લીધી મુલાકાત
વારંવાર તંત્રને રજૂઆત કરું છું પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી : સ્નેહલ પટેલ
તો સ્થાનિકોએ નેતાઓ આવીને માત્ર ફોટા પડાવી જતા હોવાના કર્યા આક્ષેપ
કોર્પોરેશન દ્વારા રહીશો માટે એક એક થેલી દૂધની વ્યવસ્થા કરાતા રહીશોમાં રોષ
મોટા બંગલામાં અને લાખો રૂપિયાની ગાડી ચલાવતા અમે શું એક થેલી દૂધ નહીં ખરીદી શકીએ તેવા તંત્ર સામે કર્યા સવાલો
આવતી ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશ જેવી હાલત થશે : ભાવેશ પટેલ, સ્થાનિક રહીશ
સ્માર્ટ સિટીમાં એમના ઘર અને લાઈફ સ્ટાઈલ થઈ હશે સ્માર્ટ નાગરિકોની કોઈ લાઈફ સ્ટાઈલ ચેન્જ થઈ નથી : સ્થાનિક

