વડોદરાના મારામારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે,આ વિડીયો સોમાતળાવ વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે જ્યાં પાનનાં ગલ્લા પર તોફાની યુવાનોએ એકબીજા પર ટેબલો ઉછાળી મારામારી કરી હતી.પડીકી લેવા બાબતે યુવકો વચ્ચે બબાલ થઈ હતી અને ઘડીકભરમાં તો વાત હાથાપાઈ પર આવી ગઈ હતી,બીજી તરફ વિડીયો વાયરલ થતા હવે પોલીસે વધુ તાપસ શરુ કરી છે.

