વડોદરા મહાનગરપાલિકાની દબાણ હટાવો ઝુંબેશ યથાવત જોવા મળી રહી છે તેવામાં મંગળવારે ફરી એક વખત શહેરના પશ્ચિમ ઝોનમાં ગોત્રી વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. જ્યાં ગોત્રી પોલીસ સ્ટેશનથી રોડ રસ્તા પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. રોડ રસ્તા પર આવતા ઓટલા શેડ જેવા હંગામી દબાણો દૂર કર્યા હતા. દબાણ શાખાની ટીમ, ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસના બંદોબસ્ત ને સાથે રાખીને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

