43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના વોલીએન્ટરે અલકાપુરી એક બંગલામાં રેડ કરીને ગેરકાયદેસર રાખવામાં આવેલ 27 નંગ કાચબા કબજે કરી વન વિભાગને સુપ્રત કર્યા

ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના વોલીએન્ટરે અલકાપુરી સી એચ જ્વેલર્સની પાસે આવેલા એક બંગલામાં રેડ કરીને ગેરકાયદેસર રાખવામાં આવેલ 27 નંગ કાચબા કબજે કરી વન વિભાગને સુપ્રત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરા શહેરની ગુજરાત પ્રાણી કુર્તા નિવારણ સંસ્થાના વોલીએન્ટર રમેશભાઈને ચોક્કસ માહિતી મળી હતી કે, અલકાપુરી વિસ્તારમાં આવેલા સીએચ જ્વેલર્સની બાજુના એક બંગલામાં જ્યાં સરોજબેન પટેલના નામનો આ બંગલો છે. જેમાં ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં કાચબા રાખવામાં આવેલા છે. જેથી તેમણે ત્યાં સ્થળ તપાસ કરી હતી. જો કે તે વખતે બંગલાના માલિક સરોજબેન પટેલે તેમને મારા ઘરે કોઈ આવા કાચબા છે નહીં, તમને કોઈ ખોટી માહિતી આપી છે તેમ જણાવ્યું હતું. જે બાદ જીએસપીસીએ સંસ્થાના વોલીએન્ટર રમેશભાઈએ વન વિભાગને જાણ કરતા સ્ટાફ સ્થળ પર આવતા બંગલામાં રેડ કરી હતી.બંગલામાં તપાસતા 24 નંગ નાના સ્ટાર કાચબા અને ત્રણ મોટા એમ કુલ મળીને 27 નંગ કાચબા મળી આવ્યા હતા.જે તમામ કાચબાઓને જમા લઈ વન વિભાગ ખાતે જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે વોલ્યુમનરે આપશે પણ કર્યા હતા કે જો આમાં ગુનો દાખલ કરવામાં નહીં આવે તો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 55c ની કલમ દાખલ કરીને અમે કોર્ટમાં જઈશું સાથે જ વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુનો દાખલ ન થાય તો કોઈ જગ્યાએ ઇનામ સ્વરૂપે ભેટ સ્વરૂપે ઉચ્ચ અધિકારીઓને કંઈ મળ્યું હોય તો આ રીતનું કૃત્ય કરાતું હોય છે તેમ જણાવ્યું હતું.

Related posts

વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માગણી સાથે અચોક્કસ મુદતની હડતાલ પર

admin

અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે અગીયારસો એકાવન વ્યંજનો નો ભવ્ય અન્નકૂટ સંપન્ન

admin

ડભોઇ વડોદરા LCBનું ઓપરેશન પરાક્રમ સફળ, લાખોનો વિદેશી દારૂ ઝડપાયો

admin

Leave a Comment