આજે વિજયાદશમીના પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં શાસ્ત્રોક્ત વિધી મુજબ દરેક વ્યક્તિ અને સંસ્થાન સમગ્ર વર્ષ દરમિયાન પોતાના વ્યવસાય ઉપયોગી અને સંરક્ષણ માટે જે શસ્ત્ર અને સાધનોનો ઉપયોગ કરતા હોય એની પૂજા કરે છે. ત્યારે આજે દશેરા નિમિતે છોટાઉદેપુર જિલ્લા પોલીસ હેડકવાટર ખાતે નાયબ પોલીસ અધિક્ષક કે.એચ.સૂર્યવંશીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત પૂજા વિધિ કરી પોલીસ વિભાગમાં ઉપયોગમાં લેવાતા શસ્ત્ર અને સાધનોની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે હેડ ક્વાર્ટરના પીઆઈ એમ.જે. ચૌધરી, CPI સુનિલ કલારા, પીઆઈ વનરાજ કામલીયા સહિત પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

