વડોદરા શહેર રેલ્વે સ્ટેશન ખાતે ગુડઝ ટ્રેન તથા પેસેન્જર ટ્રેનના લોકો પાયલોટને મળતી સુવિધાઓ તથા લાભો અંગે માહિતી આપવા પશ્ચિમ રેલવે વડોદરા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં રેલ્વે સ્ટેશન માસ્ટર કૃષ્ણકાંત સોની, વડોદરા રેલવે સિનિયર ડિવિઝન ઇલેક્ટ્રિકલ ઓપરેશન એસ.સુભાષિશ, સહિતના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ઉપસ્થિત હોદ્દેદારોએ લોકો પાયલોટનાં રેસ્ટ રૂમ, ભોજનની વ્યવસ્થા, રનિંગ રૂમ જેવી અનેક સુવિધાઓ અંગે માહિતી આપી હતી.

