વડોદરાના વિશ્વામિત્રિ નદીમાં વધુ એક મગરનું મોત થયાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં વિશ્વામિત્રિ નદીમાં સતત મગરોના મૃતદેહ મળી રહ્યા છે, જે પર્યાવરણપ્રેમીઓ અને વન વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે.આ ઘટના શહેરના વાસીઓ અને પ્રાણિપ્રેમીઓ માટે ચિંતાજનક છે, કારણ કે વિશ્વામિત્રિ નદી મગરોની મહત્વની વસાહત માનવામાં આવે છે. અંદાજે 300 કરતા વધુ મગરો અહીં વસવાટ કરે છે. સતત થઈ રહેલા આવા બનાવોના કારણે લોકોમાં શંકા છે કે નદીમાં જળ પ્રદૂષણ કે અન્ય માનવસર્જિત પરિબળો મગરોના મૃત્યુ માટે જવાબદાર હોઈ શકે.વન વિભાગ અને પર્યાવરણ સંરક્ષણ સમૂહો દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે, વિશ્વામિત્રિ નદીના સંરક્ષણ માટે વધુ ગંભીર પગલાં ભરવાની જરૂર છે. આગામી સમયમાં નદીમાં ડીસિલ્ટિંગ અને શહેરી વિકાસકાર્યોને ધ્યાનમાં રાખી મગરોના નિવાસ માટે યોગ્ય આયોજન કરવામાં આવે, તો આવા અકસ્માતો ટાળી શકાય.
ત્યારે કમાટીબાગ કેબલ બ્રિજની નીચે વધુ એક મગરનું મોત થયું હતું.. ત્યારે ઝૂ ક્યુકેટર પ્રત્યક્ષ પાટનગર સ્થળ પર પહોંચી વન વિભાગની જાણકારી હતી.. અને વન વિભાગ દ્વારા ભારે મુસીબત બાદ મૃતક મગરને બહાર કાઢ્યો હતો

