પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ૨૦૨૪/૨૫ ના ૩૯૬ લાભાર્થીઓને વર્ક ઓર્ડર નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા, પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે વર્કઓર્ડર વિતરણ કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ જણાવ્યું હતું. કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એક સપનું જોયું છે કે દરેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું પોતાના સપનાનું પાકું મકાન હોય તે માટે છેવાડાનો એક પણ વ્યક્તિ છત વગર ના રહી જાય તેના માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક લોકોના સપનાના ઘર આપ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૦૪૭ ના વિકસિત ભારતના સ્વપ્ન પૂર્ણ કરવા એક ભારત, શ્રેષ્ટ ભારતનું નિર્માણ કરવું
જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિ પ્રમુખ ચેરમેન નયનાબેન રાઠવા, જેતપુર પાવી તાલુકા પંચાયત મુકેશભાઇ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી પારસભાઇ આગેવાન ગોવિંદભાઇ રાઠવા તેમજ સરપંચ અને તલાટી કમ મંત્રી તથા પી.એમ.એ.વાય.નો સ્ટાફ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં પડશે. આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા
વિષ્ણુ રાઠવા

